Skip to main content

{Desi_Pardesi} Daily Positive Thoughts 13-08-17 Tolerance

{Desi_Pardesi} Fwd: હોમ સ્કૂલિંગ - હવ ે ભણવા ના જઇઓ કોઇ (Gujarati)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



ટાઈટલ્સ: એક માતા ૧૦૦ શિક્ષક સમાન તો પપ્પા ૨૦૦ ટ્યુશન ટીચર? (છેલવાણી) 

નાનપણમાં ક્યાંક વાંચેલું કે આપણાં જાણિતા કવિ રાજેન્દ્ર શુક્લએ એમનાં સંતાનોને સ્કુલે નહોતાં મુક્યાં, ઘરે જાતે જ ભણાવેલા. બસ, ત્યારથી રાજેન્દ્ર શુક્લ અમારાં પ્રિય કવિ છે અને રહેશે. મને તો એ આઈડિયા જ બહુ ગમી ગયેલો કે વાહ, બાળકોએ સ્કુલે જવાનું જ નહિ! ના ટીચર, ના હોમવર્ક, ના પરીક્ષા, ના શિક્ષા! આને કહેવાય 'બાકાયદા બચપણ'! જોકે અમારી શાળામાં બહુ ત્રાસ હતો એવું નહોતું પણ જરાં વિચિત્ર સીસ્ટમ હતી. જેમ ઇનકમ ટેકસવાળાં ઓચિંતા રેડ પાડતા હોય છે એમ અમારી સ્કુલમાં ઓચિંતી પરીક્ષાઓ લેવાતી! તમે કલ્પના કરો, રવિવાર સાંજે તમે દૂરદર્શન પર 'શોલે' કે એવી કોઈ ફિલ્મ જોઈ હોય અને બીજે દિવસે તમે ગબ્બરની સંવાદકળાનો મિત્રોને આસ્વાદ કરાવતાં કરાવતાં સ્કૂલમાં દાખલ થાવ, તમારો મિત્ર પણ દફતર ઉછાળીને અમિતાભનાં ડાયલોગ મારતો હોય, તમારી બાળસખી પણ એઈને બસંતીની જેમ મોં મચકોડીને ચોટલાં ઉછળતી હોય... એવી સોમવારની સુસ્ત સવારમાં, અચાનક જ સી.બી.આઈ. ઓફિસરની જેમ એક ટીચર આવીને એનાઉન્સ કરે "હેન્ડઝ-અપ !આજે ગણિતની પરીક્ષા છે!! તો તમારી કેવી હાલત થાય? સવારસવારમાં કંઈ સમજાય એ પહેલાં જ હાથમાં ગણિતનું પેપર હોય!આમ શાળાજીવનથી જ અમને 'આ જીવનમાં સુખદુ:ખ કશું જ કાયમી નથી' કે 'મનુષ્યએ જિંદગીમાં કશાયથીય ચોંકવું નહી'-એ ગુહ્યજ્ઞાન આ સરપ્રાઇઝ ટેસ્ટ વડે શીખવા મળ્યું. અમારા કરપીણ બાળપણની સામે 'સ્કૂલ ન જવાનો' આઈડિયા અમને બહુ જ પસંદ પડેલો. વિચાર તો કરો, કેવી મજા પડેને કે મમ્મી અનાજ વીણતાં વીણતાં અંગ્રેજી શીખવે. પપ્પા, દાઢી છોલતાં છોલતાં દાખલાઓ કરાવે. બેન, કપડાં સૂકવતાં સૂકવતાં કવિતાઓ સમજાવે. પાડોશી, પંચાત કરતાં કરતાં પાયથાગોરસનો સિદ્ધાંત ભણાવે! ઘેર કાકા-મામા રહેવા આવ્યાં હોય તો એ જમતાં જમતાં જ્યોમેટ્રી શીખવી દે. અને ખાસ બોનસ તો એ કે પરીક્ષા પણ જયારે આપવી હોય ત્યારે આપો. છએક મહીને ક્યારેક મમ્મી-પપ્પા બહુ આગ્રહ કરે કે 'ચાલ બેટા, હવે તો પરીક્ષા આપ જોઉં' તો ત્યારે તમે 'ના, પરીક્ષા લેશો તો હું નહીં જમું!' જેવી જીદ પણ કરી શકો. સ્કૂલમાં એવી જીદ કરીએ તો એ લોકો સીધાં માં-બાપને બોલાવે. પણ અહિંયા માં-બાપ બિચારા કોને ફરિયાદ કરવા જાય? વળી પેપર પણ માં-બાપ જ તપાસે એટલે બે માર્ક વધુ જ મળેને? "ના ના, ગમે તેમ તોયે મારા દીકરાએ મહેનત તો જ કરી છે એવું વિચારીને સગી માંનું કાળજું માર્ક આપવામાં કંજૂસાઈ ના જ કરી શકે. ઘરમાં ભણવાનો બીજા ફાયદાઓ એ કે રોજરોજ બોરિંગ યુનિફોર્મ પહેરવાની ઝંઝટ નહિ. સ્કૂલ જવા માટે ખાસ કપડાને ઈસ્ત્રી કરવી, પટ્ટો-બિલ્લો-શૂઝ કશું ભૂલાય ના જાય... એવી કોઈ મગજમારી જ નહિ. સૂઈ ઉઠીને બેડરૂમમાંથી જેવા નીકળ્યાં કે સ્કૂલ શરૂ. દૂર સુધી જવાનું જ નહીં કે મજૂરની જેમ દફતર ઉંચકવાનું નહીં. રીસેસ તો કે ગમે ત્યારે, રમવાં પણ ગમે ત્યારે જઈ શકો. બીજું કે બાળકને ઘરમાં ભણાવવામાં માં-બાપને પણ ફાયદા છે. જેમકે ફીના પૈસા બચે, નાસ્તાનો ખર્ચો, સ્કૂલબસનાં પૈસા, બધું જ બચે. ડોનેશનનાં પૈસા બચાવીને જો એ રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં મૂકી દઈએ તો એજ બાળકનાં લગ્ન કરાવવાં જેટલાં પૈસા ચોક્કસ બચાવી શકાય. આજે આધુનિક સમાજમાં હોમ સ્કૂલિંગનો કોનસેપ્ટ લોકપ્રિય થઇ રહ્યો છે અને આપણાં દેશમાં ખાસ કરીને ગુજરાતમાં શાળાઓની જે હાલત છે તે જોતા એમ જ થાય છે કે હવે સ્કૂલ ના જઇઓ કોઇ! 

ઇન્ટરવલ:

સિકંદરને પોરસ સે કી થી લડાઈ, જો કી થી લડાઈ, તો મૈં ક્યા કરું? ('અનપઢ'ફિલ્મ) 

તમને થશે કે મારી દલીલો કેટલી બાલિશ છે પણ હું બાળક હતો ત્યારે જ આ બધું વિચારી ચુકેલો, અત્યારે તો માત્ર ટપકાવું છું. જે ઉંમરે ડાહયા છોકરાઓ મોટાં થઈને વડા પ્રધાન બનીને દેશનું ભલું કેમ કરવું એવું વિચારવામાં મગ્ન હોય કે વાઈડી છોકરીઓ મોટી થઈને સમાજની સેવા કરવાનાં માસ્ટર પ્લાન રચતી ત્યારે અમે 'સંતાનોને ઘરે ભણાવવાના ફાયદા' એ વિષય પર ખાનગીમાં લગભગ પી.એચ.ડી લેવલનું રીસર્ચ કરી નાખેલું. સ્કૂલમાં જ્યારે જ્યારે કોઈ બાળસખી આંજણ+આદર્શ આંજેલી આંખે એમ કહેતી કે "હું તો છેને મોટી થઈને છે ને... 'મધર ટેરેસા' બનીશ, બોલ! ત્યારે હું એને કહેતો કે મહાન મધર ટેરેસા બનવાના સપના છોડ, પરણીને તું ફક્ત 'મધર' જ બનજે અને 'ટેરેસ' પર તારા સંતાનોને ભણાવે તોયે બહુ છે. એકવાર તો મેં સ્કૂલમાં, મિત્ર-મૈત્રીણીઓને ભેગાં કરીને 'ઘરે જ ભણવું' એવી છુપી ચળવળ પણ શરૂ કરેલી.

ખૂનખાર આતંકવાદીઓ જેમ કૂમળા બાળકોને બોંબ ફેંકવા ભડકાવે છે એમ હું રીસેસમાં મારાં ગ્રુપને ઉશ્કેરણીજનક ભાષણો આપતો: "દોસ્તો... છોડો આ શાળા, મારો એને તાળાં! આ જાલિમ ટીચરો આપણા માસૂમ બાળપણનો ખાતમો કરે છે ખાતમો! ૭-૭ કલાક સ્કૂલમાં અને ૨-૨ કલાક હોમવર્કનાં મળીને આપણાં ચાઇલ્ડહૂડને ચૂંથી નાખે છે. ચાલો આપણે આપણાં માબાપોને કહીએ કે આપણને હવે ઘરે જ ભણાવે નહિ તો આપણે હડતાલ ઘરે ઘરે કરીશું! કમઓન, આ સડેલી સ્કૂલ-પ્રથાનો વિરોધ કરો. આપણાં બાળપણને આપણે કલાસરૂમની ચાર દીવાલો વચ્ચે, એક્ઝામોનાં આતંક વચ્ચે ગોખણપટ્ટીના ગાંડપણ નીચે, કચડાવા નહીં દઈએ. ઉઠો, જાગો અને સ્કૂલનો બહિષ્કાર કરો. ઘરે ભણો, બોલો કોણ કોણ તૈયાર છે?' 

અમુક છોકરાઓને મારો ક્રાંતિકારી આઈડિયા ગમ્યો પણ એમનામાં મમ્મી-પપ્પાને કહેવાની હિમ્મત નહોતી. જેમનામાં કહેવાની હિમ્મત હતી એમનાં મમ્મી-પપ્પા પોતેજ ભણેલાં નહોતાં કે બાળકોને ભણાવી શકે! અમુક બાળકોએ ભીની આંખે એમ પણ કબૂલ્યું કે જ્યારે એ લોકો શાળાએ જવા નીકળતાં ત્યારે એમનાં માં-બાપો ધીમેથી હાશકારો લઈને બોલતાં કે "હાશ, સાલાં વાંદરાઓ ગયાં. હવે શાંતિ આખો દિ! એટલે એમના માબાપ આ વાત નહી માને! અમુક છોકરીઓએ તો એવાં વિચિત્ર કારણે ઘરે ભણવાનો વિરોધ કર્યો કે 'જો અમે ઘરે જ ભણશું તો મમ્મી, અમારાં ચોટલાં નહિ ઓળી આપે. આ તો સ્કૂલનો ટાઇમ થાય છે એટલે માંડમાંડ દાંત પીસીને ફટાફટ ચોટલાં વાળી દે છે.' મને એ બધાં બાળકોનાં કરૂણ ચહેરાંઓ આજેય યાદ છે. એ બધાંજ બિચારાં ઘરે ભણવાના બહાને નહોતાં ભણવા માંગતા. એ લોકો પણ મારી જેમ વન-ડે મેચ જોતાંજોતા વિજ્ઞાન અને ભમરડો ફેરવતાં ફેરવતાં ભૂગોળ ભણવા માંગતા હતા પણ ક્રૂર સમાજ સામે લાચાર હતા. મેં ફરીથી સૌને ઉશ્કેરી જોયાં, ચળવળમાં જોડાવા હાથ ઉપર કરવા છેલ્લી હાકલ કરી, એટલામાં પાછળથી કોઈએ મારા ખભા પર વજનદાર હાથ મુકયો! જીહા, જાણભેદુ ટીચરે મારો પ્લાન પકડી પાડયો. એ ટીચરે 'જો વિદ્યાર્થીઓ શાળામાં નહિ આવે તો અમારી નોકરીનું શું?' એમ વિચારીને નજીવા સ્વાર્થને લીધે મારી ક્રાંતિનું બાળપણમાંજ બાળમરણ કરી નાખ્યું હશે. બાકીનાંને ધમકી આપીને કલાસમાં ભગાડયાં અને મારી પાસે ઉઠબેસ કરાવી.

જોકે હવે આજે મને સમજાય છે કે એ ટીચરે જે કર્યું એ સારૂ જ કર્યું. ગમે તેમ પણ બાળકોને સ્કૂલમાં તો મોકલવાં જ જોઇએ કારણ કે સવાલ માત્ર ઈતિહાસ-ભૂગોળ-ગણિત શીખવાનો નથી, જીવન શીખવાની વાત છે. તમે સ્કૂલમાં ગયાં હોવ તો જ ખબર પડે કે સમાજમાં સરખી રીતે કેમ વર્તી શકાય. જેમકે, છોકરીઓના સ્કર્ટ ના ખેંચાય. દોસ્તના ટિફિનમાંથી બિસ્કીટ ના ચોરી શકાય કે પછી સામેનાને વાતેવાતે, "જાજા, તું તો બેવકૂફ છે, તને શું ખબર પડે? મને બધું આવડે છે એવો ફાંકો મારીને મિત્રો સાથે તોછડાઈ ના કરી શકાય! અને સ્કૂલ-કેન્ટીનના મેનેજરને પટાવીને મફતમાં નાસ્તો ખરીદવામાં 'સેલ્સ ડીપાર્ટમેંટ'ની ઉધારી કરવાની શિક્ષા મળે. હોમવર્ક ના કર્યું હોય ત્યારે જ ટીચરને એમના દીકરાનું નામ અને ઉંમર પૂછીને ગળગળા કરી દેવામાં 'માર્કેટિંગ કળા' આવડે! ૪૫ મિનિટના પીરીયડમાં ગમે તેટલાં અકળાયા હોઈએ તો પણ ચુપચાપ બેસી રહેવાની કળા, પરણ્યાં પછી પત્ની સામે ચૂપ રહેવામાં કામ આવે. જૂની પેન્સીલની સામે મિત્ર પાસેથી નવું રબ્બર પટાવીને લઈ લેવામાં નાનપણથી જ ધંધાની સમજ આવે. મોનીટર થઈને સૌ પર ધ્યાન રાખીને ટીચરને ચાડી ખાવામાં નાનપણથી જ જાસૂસી કે પત્રકારત્વની કળા શીખી શકાય છે. ત્રિમાસિક પરીક્ષામાં ખરાબ માર્ક મળ્યા હોય તો પેરેન્ટ્સ પાસે પ્રોગ્રેસ કાર્ડ બે દિવસ મોડું દેખાડવાની આવડત વડે જ મોટાં થઈને મોડો ઇન્કમ ટેક્સ ભરવાની સમજણ નાનપણથી જ શીખવા મળે છે!

ટૂંકમાં જે લોકો સ્કૂલે જઈને નથી ભણ્યાં એમણે અમારાથી વધું બાળપણ માણ્યું હશે એ વાતની મીઠી ઈર્ષ્યા અમને ચોક્કસ થાય છે પણ સાથોસાથ એ લોકોએ ઘણુબધું પણ ગુમાવ્યું પણ હશે... એ છે: "નાનપણમાં જ મોટા થઈ જવાની કલા! ઘણીવાર મોટાં થયાં પછી પણ ઘણાંમાં એ નથી જ આવતી! બીલીવ મી...



__._,_.___

Posted by: Kakdi Raita <kakdiriata@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

<*> To visit your group on the web, go to:
    http://groups.yahoo.com/group/desi_pardesi


To up load your photos and view photos of other members,
go to:
http://groups.yahoo.com/group/desi_pardesi/photos



.

__,_._,___

Comments

Popular posts from this blog

[Older-Blondie] Bravo Bodycheck - Galeria 01 VIEW

  Bravo Bodycheck - Galeria 01 VIEW "  "  "  "  " "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  &qu

{Desi_Pardesi} Daily Positive Thoughts 13-08-17 Tolerance

  Tolerance Tolerance means to bounce back even when thrown against a very hard wall. The ability to do this comes from sensing that life is a game and that all things move in cycles. What is uncomfortable now will soon change. Tolerance is like saying yes to the game and enjoying it. God's Help At Every Step (Part 2) Everyone expects and wants help from God in times of sorrow. But do we ever ask ourselves how much do we remember Him and never ever leave His hand during the entire day while performing actions?  This is because the more we remember Him with a clean heart and with honesty and also with strong belief; the more He will be available to us in times of problems. Also, He will be available when things don't go well for us.  They say that God is remembered a lot in negative times and in happiness He is forgotten. But if God is never forgotten, even when things are going well, then He will respond to our request for help when w

{Desi_Pardesi} From blackcurrants to watermelon seeds: 8 superfoods your body needs right now (and no, kale is not on the list)

              From blackcurrants to watermelon seeds: 8 superfoods your body needs right now (and no, kale is not on the list) A new year means a new wave of health kicks that change the way we eat Blueberries and chia seeds are replaced by blackcurrant and watermelon seeds This year is set to see the emergence of a new group of multi-tasking sweeteners Chaga mushrooms is now king of medicinal fungi, helping the immune system By   Healthista   PUBLISHED:   11:05 EDT, 12 May 2017   |   UPDATED:   14:33 EDT, 12 May 2017   We've had kale – God, have we had kale – chia seeds and blueberries. But what are the new superfoods we really need now? The latest health food trends aren't just foods, they could change the way we eat.  From sweeteners that are good for you to super-berries and indulgent nut butters with all the trimmings, we've picked the most exciting one