Skip to main content

{Desi_Pardesi} Daily Positive Thoughts 13-08-17 Tolerance

{Desi_Pardesi} Fwd: વિશ્ર્વનાથન આનં દે ચેસઘેલા કર્યા (Gujarati)

 



Please use
http://translate.google.com/
to translate this article to Language of your choice.



થોડા મહિના પહેલાં તમિળનાડુના ચેસ-વન્ડર ૧૧ વર્ષીય આર. પ્રજ્ઞાનંધાએ પારાગ્વેના ટોચના ચેસ ખેલાડી અને અમેરિકા ખંડના શ્રેષ્ઠ પ્લેયરોમાં ગણાતા ઍક્સેલ બાકમૅનને આસાનીથી હરાવીને સાબિત કર્યું હતું કે આવા બધાં કારણોસર જ તેની વિશ્ર્વના સૌથી યુવાન ઇન્ટરનેશનલ માસ્ટર (આઇએમ) તરીકે ગણના થાય છે. મુંબઈનો કુશ ભગત ભારતનો યંગેસ્ટ અને વિશ્ર્વનો સાતમા નંબરનો કૅન્ડિડેટ માસ્ટર (સીએમ) છે. પાંચ વર્ષની ઉંમરે બાળકો જ્યારે જીવનમાં પાયારૂપ બનતી બાબતોનું વડીલો તેમ જ સમાજ પાસેથી જ્ઞાન લેતા હોય છે એ ઉંમરે કુશ ભગત ચેસમાં ગળાડૂબ હતો. અત્યારે તે સાત વર્ષનો છે. તાજેતરમાં જ તેણે દુબઈની વેસ્ટર્ન એશિયન ચેસ ચૅમ્પિયનશિપ મેળવીને સીએમ ટાઇટલ મેળવ્યું હતું. ભારતનો આ સૌથી યુવાન સીએમ છેલ્લા એક વર્ષથી બહુ સારા ફૉર્મમાં છે.

મુંબઈમાં જ રહેતા ૯ વર્ષીય દેવ શાહની તો વાત જ ન્યારી છે. બે વર્ષ પહેલાં વર્લ્ડ સ્કૂલ્સ ટાઇટલ જીતી ચૂકેલો અને બીજા ઘણી પ્રતિષ્ઠિત ટ્રોફીઓ ધરાવતા દેવને તેની નજીકના કેટલાક ચેસપ્રેમીઓ ભવિષ્યના વિશ્ર્વનાથન આનંદ તરીકે ઓળખાવે છે.

પ્રજ્ઞાનંધા, કુશ અને દેવ જેવા તો ન કહી શકાય, પણ ચેસમાં બાળવયે જ ખૂબ ખીલ્યા હોય એવા અનેક કિસ્સાઓ છે. ચેસમાં આવા બનાવો છેલ્લા લગભગ બે દાયકાથી આપણે સાંભળી રહ્યા છીએ. એનું સૌથી મોટું કારણ છે વિશ્ર્વનાથન આનંદ. ચેન્નઈનો આ ચેસસમ્રાટ જ્યારથી વિશ્ર્વ-સ્તરે ભારતને ગૌરવ અપાવવા લાગ્યો છે ત્યારથી દેશભરમાં ચેસની રમતનો અનેકને ચસકો લાગ્યો છે. ઇન્ડોર ગેમ્સમાં અત્યંત લોકપ્રિય ગણાતી બુદ્ધિચાતુર્યની આ રમતની ભારતમાં મોટા પાયે લોકપ્રિયતા કોને કારણે વધી એ માટે એક જ નામ પૂરતું છે. શતરંજની રમતની શોધ જ ભારતમાં થઈ, પણ આધુનિક ભારતની વાત કરીએ તો ચેસ બોર્ડનો ક્રેઝ વર્ષોથી ઘેર-ઘેર અને ગલી-ગલીએ જોવા મળ્યો છે, પરંતુ ચેસમાં કરિયર બનાવવાનો જુવાળ ફાટી નીકળવાની વાત કરીએ તો એ માટે આનંદ જ કારણભૂત છે.

આજે આપણે શતરંજના આ દિગ્ગજના જીવન અને કારકિર્દીની વાત કરવાની છે. ૨૦૦૦થી ૨૦૧૩ દરમિયાન ઘણાં વર્ષો સુધી વિશ્ર્વવિજેતા બની રહેલા આનંદનો જન્મ ૧૧ ડિસેમ્બર, ૧૯૬૯ના દિવસે ચેન્નઈમાં તમિળ પરિવારમાં થયો હતો. ચેન્નઈમાં જ તેનો ઉછેર થયો હતો. તેના પિતા કૃષ્ણમૂર્તિ વિશ્ર્વનાથન દક્ષિણ રેલવેમાં જનરલ મૅનેજર હતા. આનંદના મમ્મીનું નામ સુશીલા છે. આનંદ ત્રણ ભાઈ-બહેનોમાં સૌથી નાનો છે. તેની બહેન અનુરાધા તેનાથી ૧૧ વર્ષ મોટી અને ભાઈ શિવકુમાર ૧૩ વર્ષ મોટો છે. શિવકુમાર ક્રૉમ્પટન ગ્રીવ્ઝ કંપનીમાં મૅનેજર છે, જયારે બહેન અનુરાધા અમેરિકામાં મિશિગન યુનિવર્સિટીમાં ટીચર છે.

આનંદ માત્ર ૬ વર્ષનો હતો ત્યારે તેના મમ્મી પાસેથી ચેસ રમવાનું શીખ્યો હતો. સુશીલા ચેસમાં તેમના પ્રથમ મેન્ટર (માર્ગદર્શક) કહી શકાય. ચેસમાં આગળ વધવાની સાથે આનંદ ભણ્યો અને ચેન્નઈની લોયોલા કૉલેજમાંથી બી.કૉમ. થઈને બહાર આવ્યો.

૧૯૮૩માં ક્રિકેટ-ક્રેઝી ભારત જ્યારે વન-ડેના વર્લ્ડ કપમાં કપિલ દેવના સુકાનમાં વેસ્ટ ઇન્ડિઝને ફાઇનલમાં આપેલી પછડાટને પગલે જશન મનાવી રહ્યું હતું ત્યારે ચેન્નઈમાં આનંદ ચેસના દાવપેચમાં મશગૂલ હતો. એ વર્ષમાં તેની કરિયરને પહેલો વળાંક મળ્યો હતો. ત્યારે તેણે ૧૪ વર્ષની ઉંમરે નેશનલ સબ-જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ જીતીને રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવવાની શરૂઆત કરી હતી. ત્યાર પછી તો કહેવાયને કે 'આનંદ કી તો ચલ પડી.' ૧૯૮૪માં તે એશિયન જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ જીત્યો હતો. એ વિજયે તેને ઇન્ટરનેશનલ માસ્ટર (આઇએમ) નૉર્મ અપાવ્યું હતું. નૉર્મ એટલે એવો ઉચ્ચ-સ્તરિય પર્ફોર્મન્સ કે જે (આવા નૉર્મ) અમુક સંખ્યામાં મળે તો ખેલાડીને વર્લ્ડ ચેસ ફેડરેશન તરફથી 'ગ્રૅન્ડમાસ્ટર'નું ટાઇટલ મળે છે.

આનંદ ૧૯૮૫માં ૧૫ વર્ષની ઉંમરે સતત બીજા વર્ષે એશિયન જુનિયર ચૅમ્પિયનશિપ જીતીને ભારતનો સૌથી યુવાન આઇએમ બન્યો હતો. ૧૬ વર્ષની વયે તે નેશનલ ચૅમ્પિયન બન્યો હતો અને બીજા બે મોટા ટાઇટલ પણ જીત્યો હતો. ૧૯૮૭માં તે વર્લ્ડ જુનિયર ચેસ ચૅમ્પિયનશિપ જીતનારો પ્રથમ ભારતીય બન્યો હતો અને ૧૯૮૮માં ૧૮ વર્ષની ઉંમરે દેશનો પહેલો ગ્રૅન્ડમાસ્ટર બન્યો હતો. ૧૮ વર્ષની વય કે જ્યારે મોટા ભાગના ટીનેજરો કૉલેજના દિવસો માણતા હોય ત્યારે આનંદે એ ઉંમરે પદ્મશ્રીનો ખિતાબ મેળવ્યો હતો. ત્યાર પછી વિશ્ર્વ-સ્તરે આનંદની વધુ ચડતી થઈ હતી.

આનંદ તહેરાનમાં ૨૦૦૦ની સાલમાં લાટવિયાના ઍલેક્સી શિરોવને ફાઇનલમાં હરાવીને પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યો હતો. આ મહાન સિદ્ધિ મેળવનારો તે પ્રથમ ભારતીય હતો. ૨૦૦૭માં તે વિશ્ર્વનો સર્વોચ્ચ રૅન્કનો ખેલાડી બન્યો હતો.

--------------------------

આનંદની અંગત વાતો

ૄ ૪૭ વર્ષીય વિશ્ર્વનાથન આનંદની પત્નીનું નામ અરુણા છે. તેમણે ૧૯૯૬માં લગ્ન કર્યા હતા. મૅરેજ પછી અરુણાએ દરેક મોટી ટુર્નામેન્ટમાં આનંદનો સાથ આપ્યો છે. તે તેની સાથે ટુર્નામેન્ટના પ્રવાસે ગઈ છે અને તેનો જુસ્સો વધાર્યો છે. તેમને ૬ વર્ષનો પુત્ર છે જેનું નામ અખિલ છે.

ૄ ૨૦૧૦માં આનંદ ઑલિમ્પિક ગોલ્ડ કોસ્ટ નામના ફાઉન્ડેશનનો ડિરેકટર બન્યો હતો. આ ફાઉન્ડેશન દેશના ટોચના ખેલાડીઓ-ઍથ્લેટો તેમ જ યુવાન ટૅલન્ટને પ્રમોટ કરે છે અને તેમને સપોર્ટ આપે છે.

ૄ ડિસેમ્બર, ૨૦૧૦માં ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત એક કાર્યક્રમમાં આનંદ મુખ્ય અતિથિ હતો. એ પ્રોગ્રામમાં એક જ સ્થળે એકસાથે ૨૦,૪૮૬ લોકોએ ચેસ રમવાનો અનોખો વિશ્ર્વવિક્રમ સ્થાપ્યો હતો.

ૄ આનંદના મુખ્ય શોખમાં વાંચન, સ્વિમિંગ તેમ જ સંગીતનો સમાવેશ છે.

ૄ આનંદ હંમેશાં રાજકારણથી તેમ જ જાહેરમાં રમાતી માઇન્ડ-ગેમથી દૂર રહ્યો છે અને ચેસ રમવા પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

ૄ ગૅરી કાસ્પારોવ અને વ્લાદિમીર ક્રૅમનિક વર્ષો પહેલાં આનંદના મુખ્ય હરીફો હતા, પરંતુ ૨૦૧૦ની વર્લ્ડ ચેસ ચૅમ્પિયનશિપમાં મૅગ્નસ કાર્લસન સામેની ગેમ ડેવલપ કરવામાં એ જ બે ભૂતપૂર્વ હરીફોએ આનંદને મદદ કરી હતી.

ૄ આનંદને ક્યારેક તેના મિત્રો અને ચાહકો 'ટાઇગર ઑફ મદ્રાસ' તરીકે ઓળખાવે છે. નાનપણથી તે રૅપિડ ચેસ બહુ સારું રમતો હોવાથી તેનું 'લાઇટનિંગ કિડ' નામ પણ પડ્યું હતું.

ૄ આનંદ એકમાત્ર સ્પૉર્ટ્સમૅન છે જેને ૭ નવેમ્બર, ૨૦૧૦ના દિવસે એ સમયના અમેરિકી પ્રમુખ બરાક ઓબામાના માનમાં વડા પ્રધાન મનમોહન સિંહે યોજેલા ડિનરનું આમંત્રણ મળ્યું હતું.

ૄ થોડાં વર્ષો પહેલાં આનંદના મુદ્દે એક નાનો વિવાદ થયો હતો. તેના નાગરિકત્વના દરજ્જાના પ્રશ્ર્ને થયેલી મૂંઝવણને પગલે તેને યુનિવર્સિટી ઑફ હૈદરાબાદે માનદ્ ડૉક્ટરેટની પદવી નકારી હતી. જોકે, એ સમયના માનવ સંશાધન વિકાસ ખાતાના પ્રધાન કપિલ સિબલે આ મુદ્દે આનંદની માફી માગી હતી અને કહ્યું હતું કે 'આનંદે પોતાને સમય મળશે ત્યારે આ પદવી સ્વીકારવાની સહમતી દર્શાવી હોવાથી હવે આ વિવાદ પર પડદો પડે છે.' જોકે, છેવટે આનંદે ડૉક્ટરેટની એ પદવી સ્વીકારવાની ના પાડી દીધી હતી.

ૄ આનંદના મતે બૉબી ફિશર ચેસજગતના સર્વશ્રેષ્ઠ ખેલાડી છે. આનંદ તેમને પોતાના આદર્શ માને છે.

ૄ આનંદને અંગ્રેજી અને તમિળ ઉપરાંત ફ્રેન્ચ, જર્મન અને સ્પેનિશ ભાષા પણ બોલતા આવડે છે.

ૄ તે ચાર દાયકા જેટલી કારકિર્દીમાં કરોડો રૂપિયા કમાયો છે.

---------------------------

મુખ્ય હરીફો

ઍનાતોલી કાર્પોવ, ગૅરી કાસ્પારોવ, મૅગ્નસ લાર્સન, વ્લાદિમીર ક્રૅમનિક, માઇકલ ઍડમ્સ, લેવૉન એરોનિયન, એવગેની બારીવ, ફૅબિયાનો કારુઆના, બોરિસ ગૅલફાન્ડ, અનીષ ગિરિ, ઍલેક્ઝાંડર ગ્રિસ્ચૂક, વાન્ગ હાઓ, વૅસિલી ઇવાનચુક, ગૅટા કામ્સ્કી, ઍલેક્ઝાંડર ખલીફમૅન, વિક્ટર કોર્ચનોઇ, પીટર લેકો, હિકારુ નાકામુરા, જુડિત પોલ્ગર (મહિલા ચૅમ્પિયન), કે. શશીકિરણ, ઍલેક્સી શિરોવ, નાઇજેલ શૉર્ટ, પીટર સ્વિડલર, જૅન ટિમ્માન અને વેસેલીન ટોપાલોવ.

--------------------------

તાજ અને પારિતોષિકો

ૄ વિશ્ર્વનાથન આનંદ વિશ્ર્વનો એવો એકમાત્ર ચેસ ખેલાડી છે જે ટુર્નામેન્ટ મૅચ, નૉકઆઉટ ફૉર્મેટ અને રૅપિડ ટાઇમ ક્ધટ્રોલ એમ ત્રણેયમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપનો તાજ જીત્યો છે. વિશ્ર્વના સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાં તેની ગણના થાય છે.

ૄ આનંદને મળેલા મુખ્ય પુરસ્કારો અને પારિતોષિકો: (૧) ૧૯૮૫માં અર્જુન અવૉર્ડ (૨) ૧૯૮૭માં સોવિયેત લૅન્ડ નહેરુ અવૉર્ડ (૩) ૧૯૮૮માં પદ્મશ્રી (સૌથી યુવાન વિજેતા) (૪) ૧૯૯૧માં રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કાર (૫) ૧૯૯૫માં કે. કે. બિરલા પર્સન ઑફ ધ યર અવૉર્ડ (૬) ૧૯૯૮માં 'માય બેસ્ટ ગેમ ઑફ ચેસ' પુસ્તક લખ્યું હતું જેને બ્રિટિશ ચેસ ફેડરેશન તરફથી 'બુક ઑફ ધ યર' અવૉર્ડ મળ્યો હતો. (૭) ૨૦૦૧માં પદ્મભૂષણ પુરસ્કાર (૮) ૨૦૦૪માં તેમ જ પછીથી ૨૦૦૭ તથા ૨૦૦૮માં ચેસ ઑસ્કર અવૉર્ડ (૯) ૨૦૦૭ તથા પછીથી ૨૦૧૨માં ઇન્ડિયન ઑફ ધ યર ઇન સ્પોર્ટ્સ અવૉર્ડ (૧૦) ૨૦૦૮માં પદ્મવિભૂષણ પુરસ્કાર અને (૧૧) વિવિધ ફૉર્મેટોમાં વર્લ્ડ ચૅમ્પિયનશિપ જીતવા બદલ ૨૦૧૧માં 'ગ્લોબલ સ્ટ્રૅટેજિસ્ટ અવૉર્ડ'.

ૄ પંદર રૅપિડ ચેસ ટુર્નામેન્ટોમાં પ્રથમ નંબરે આવ્યો છે. એ સિવાયની ફૉર્મેટોમાં તે અસંખ્ય ટાઇટલો અને અઢળક મેડલો જીત્યો છે.



__._,_.___

Posted by: Kakdi Raita <kakdiriata@gmail.com>
Reply via web post Reply to sender Reply to group Start a New Topic Messages in this topic (1)

Have you tried the highest rated email app?
With 4.5 stars in iTunes, the Yahoo Mail app is the highest rated email app on the market. What are you waiting for? Now you can access all your inboxes (Gmail, Outlook, AOL and more) in one place. Never delete an email again with 1000GB of free cloud storage.

<*> To visit your group on the web, go to:
    http://groups.yahoo.com/group/desi_pardesi


To up load your photos and view photos of other members,
go to:
http://groups.yahoo.com/group/desi_pardesi/photos



.

__,_._,___

Comments

Popular posts from this blog

[Older-Blondie] Bravo Bodycheck - Galeria 01 VIEW

  Bravo Bodycheck - Galeria 01 VIEW "  "  "  "  " "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  "  &qu

{Desi_Pardesi} Daily Positive Thoughts 13-08-17 Tolerance

  Tolerance Tolerance means to bounce back even when thrown against a very hard wall. The ability to do this comes from sensing that life is a game and that all things move in cycles. What is uncomfortable now will soon change. Tolerance is like saying yes to the game and enjoying it. God's Help At Every Step (Part 2) Everyone expects and wants help from God in times of sorrow. But do we ever ask ourselves how much do we remember Him and never ever leave His hand during the entire day while performing actions?  This is because the more we remember Him with a clean heart and with honesty and also with strong belief; the more He will be available to us in times of problems. Also, He will be available when things don't go well for us.  They say that God is remembered a lot in negative times and in happiness He is forgotten. But if God is never forgotten, even when things are going well, then He will respond to our request for help when w

{Desi_Pardesi} From blackcurrants to watermelon seeds: 8 superfoods your body needs right now (and no, kale is not on the list)

              From blackcurrants to watermelon seeds: 8 superfoods your body needs right now (and no, kale is not on the list) A new year means a new wave of health kicks that change the way we eat Blueberries and chia seeds are replaced by blackcurrant and watermelon seeds This year is set to see the emergence of a new group of multi-tasking sweeteners Chaga mushrooms is now king of medicinal fungi, helping the immune system By   Healthista   PUBLISHED:   11:05 EDT, 12 May 2017   |   UPDATED:   14:33 EDT, 12 May 2017   We've had kale – God, have we had kale – chia seeds and blueberries. But what are the new superfoods we really need now? The latest health food trends aren't just foods, they could change the way we eat.  From sweeteners that are good for you to super-berries and indulgent nut butters with all the trimmings, we've picked the most exciting one